ઈસ્લામાબાદઃ પાકિસ્તાન દેવા નીચે દબાયેલું છે ત્યાં પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સે વર્ષ ૨૦૧૬-૨૦૧૭માં ૪૬ ફ્લાઈટ મુસાફરો વગર જ રવાના કરીને દેશને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડયું હોવાનું બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ખાવાના ફાંફા છે એ પાકિસ્તાનમાં પેટ્રોલના પ્રતિ લીટરે રૂ. ૧૦૦ અને દૂધના પ્રતિ લીટરના રૂ. ૧૪૦ છે.