પેશાવરઃ પાકિસ્તાન સરકાર દ્વારા ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં પેશાવર સ્થિત પંજ તીરથના પ્રાચીન હિન્દુ ધાર્મિક સ્થળને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવામાં આવી છે. પંજ તીરથ - એક પ્રાચીન સ્થળ છે, જળના પાંચ કુંડ છે. આ સાથે એક પૌરાણિક મંદિર અને ખજૂરનું વૃક્ષ પણ છે. હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરાયેલાં આ પાંચ કુંડ ચાચા યૂનુસ પાર્ક અને ખૈબર પખ્તૂનખ્વા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ હેઠળ આવે છે. પાકિસ્તાનના કેપી ડિરેક્ટોરેટ ઓફ આર્કિયોલોજી એન્ડ મ્યુઝિયમે એન્ટિક્યૂટી એક્ટ ૨૦૧૬ અંતર્ગત એક નોટિફિકેશન થકી પંજ તીરથ પાર્કને હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરી છે.