કાબૂલઃ અફઘાનિસ્તાન અને અમેરિકાનાં દળોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન યુસુફ રઝા ગિલાનીના પુત્રને છોડાવ્યો છે. આ વાતની જાહેરાત પાકિસ્તાનના વિદેશ વિભાગે કરી છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને ફોન કરીને માહિતી આપી હતી કે, અલી હૈદરને છોડાવી લેવાયો છે.
અલી હૈદરે પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન યુસુફ રઝા ગિલાનીના પુત્ર છે. ત્રણ વર્ષ અગાઉ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ સમયે ૯ મે, ૨૦૧૩ના રોજ મુલતાનમાંથી અલી હૈદરનું અપહરણ થયું હતું. કથિત રીતે તાલિબાનોના આ હુમલામાં અલી હૈદરના બે સમર્થકો માર્યા ગયા હતા. અલી હૈદર મુલતાનની બેઠક પરથી ઉમેદવાર હતા.