લાહોરમાં ગત સપ્તાહે બે ચર્ચની બહાર થયેલા વિસ્ફોટોમાં ૧૫ લોકોના મોત થયા છે અને આશરે ૮૦ લોકો ઘવાયા છે. રોમન કેથલિક અને ક્રાઇસ્ટ ચર્ચના ગેટ પર ફિદાઇન હુમલાખોરોએ પોતાની જાતને ફૂંકી મારી હતી. જમાતુલ અહરાર નામના સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. ખ્રિસ્તીઓની બહુમતીવાળા યોહાનાબાદમાં આ વિસ્ફોટો થયા છે. પોલીસે જણાવ્યું હતું કે બન્ને ચર્ચમાં રવિવારની પ્રાર્થના દરમિયાન ભારે સંખ્યામાં લોકો ભેગા થયા હતા ત્યારે બે આતંકવાદીઓએ અંદર જવાનો પ્રયાસ કર્યો હતો.