પેશાવરઃ પાકિસ્તાનમાં હિન્દુ અને અન્ય ધર્મસ્થળોને નુકસાન પહોંચાડવાનો સિલસિલો ચાલુ છે. સિંધ પ્રાંતમાં તાજેતરમાં કેટલાક લોકોએ એક મંદિરને નિશાન બનાવી તોડફોડ કરી હતી. જેમાં મૂર્તિને નુકસાન પહોંચ્યુ છે. આ મામલે ચાર અજાણ્યા લોકો સામે એફઆઇઆર નોંધાઇ છે.
દક્ષિણ એશિયા ક્ષેત્રના મામલાની પત્રકાર નાયલા ઇનાયતે ટિ્વટર પર લખ્યું કે, સિંધ પ્રાંતમાં વધુ એક મંદિરમાં તોડફોડ કરાઇ હતી. એક ટોળાએ ચચૌરા, થારપારકરમાં માતા રાની ભાટિયાનીના મંદિરમાં હુમલો કર્યો હતો. અહીં મૂર્તિ અને પવિત્રગ્રંથોને નુકસાન પહોંચાડ્યું હતું.
લઘુમતી ધર્મસ્થળે હુમલાની ચોથી ઘટના પાકિસ્તાની હિન્દુઝ યુથ ફોરમે દાવો કર્યો છે કે આ ક્ષેત્રમાં તાજેતરમાં લઘુમતીઓના ધાર્મિક સ્થળ પર હુમલાની આ ચોથી ઘટના છે. અગાઉ કુંબ ગુરુદ્વ્રારા, એસએસડી ધામ અને ઘોટકીમાં અન્ય એક સ્થળ પર હુમલા કરાયા હતા.
સેનાના વિરોધી પશ્તૂન નેતાની ધરપકડ દરમિયાન પાકિસ્તાનમાં પશ્તૂનોના અધિકાર અને સેનાના અત્યાચાર સામે અવાજ ઉઠાવનારા પશ્તૂન નેતા પશ્તૂન તહફ્ફુઝ મૂવમેન્ટના પ્રમુખ મંજૂર પશ્તીનની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી. તેમને કોર્ટે ૧૪ દિવસ માટે રિમાન્ડ પર મોકલી દીધા છે.