વોશિંગ્ટનઃ પાકિસ્તાનના ન્યૂક્લિયર એન્ડ મિસાઇલ પ્રોગ્રામ માટે અમેરિકન ટેકનોલોજીની દાણચોરીના આક્ષેપમાં અમેરિકામાં પાંચ પાકિસ્તાનીઓ ૧૭મીએ ગિરફતાર થયાના અહેવાલ છે. પકડાયેલા પાંચ જણાના રાવલપિંડીના બિઝનેસ વર્લ્ડ સાથે સંબંધ છે અને તેમના ઉપર પાકિસ્તાનના ન્યૂક્લિયર એન્ડ મિસાઇલ પ્રોગ્રામ માટે અમેરિકન ટેકનોલોજીની દાણચોરીનો આરોપ છે.
પાકિસ્તાન ઉપર ન્યૂક્લિયર દાણચોરી અને ગેરકાયદે તરીકે મિસાઇલ ટેકનોલોજીને મેળવવાનો આરોપ કાંઇ નવો લાગ્યો નથી. કોઇ પણ જાતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિના ચોરી અને કપટપૂર્વક આ પરમાણુ શક્તિ સંપન્ન દેશ બની ગયો છે અને એ જ રીતે તેણે બેલાસ્ટિક મિસાઇલ શક્તિ પણ મેળવી લીધી છે. ફરી વખત પાકિસ્તાન પર ન્યૂક્લિયર દાણચોરીનો આરોપ લાગ્યો છે.
અમેરિકાના વ્યવસાયિકો પર પણ નજર જરૂરી
યુએસ આસિસ્ટન્ટ એટર્ની જનરલ અને નેશનલ સિક્યોરિટી જોન સી. ડેમર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આરોપીઓ વર્ષોથી અમેરિકામાંથી ચીજોની દાણચોરી કરી રહ્યા છે, જેનો સીધો સંબંધ પાકિસ્તાનના શસ્ત્ર કાર્યક્રમ સાથે છે, જે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, એ જાહેર કરે છે કે અમેરિકાના વ્યવસાયિકો પર આ પ્રકારના કપટપૂર્ણ વ્યવહાર પર નજર રાખવાની આવશ્યકતા છે.