ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વિદેશ પ્રધાન ખ્વાજા આસિફે ચેતવણી આપી હતી કે, જો લશ્કર અને જૈશ જેવા આતંકી સંગઠનોને દબાવવામાં નહીં આવે તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ પાક.ને ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો જ પડશે. ચીન સહિતના બ્રિક્સના જૂથે પહેલી જ વાર પાક.માં કાર્યરત આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રતિબંધિત આતંકી સંગઠનો લશ્કર એ તૈયબા અને જૈશ એ મહોમ્મદના નામ જાહેર કર્યાના બીજા દિવસે આસિફે આ વાત સ્વીકારી હતી.
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે પણ હક્કાની નેટવર્ક જેવા આતંકી સંગઠનો માટે પાકિસ્તાન એક સુરક્ષિત જગ્યા હોવાની વાત કરી હતી. પાક.ની ધરતી પરથી આતંકી પ્રવૃત્તિઓ કરનાર લશ્કર અને જૈશ જેવા આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રતિબંધીત સંગઠનો હોવાનો સ્વીકાર કર્યો હતો.‘અમારા મિત્રોને કહેવાની જરૂર છે કે અમે અમારા ઘરને સુધારી દીધું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્ષોભજનક સ્થિતિને ટાળવા આપણે આપણા ઘરને જ વ્યવસ્થીત કરવાની જરૂર છે.’ એવું ચીની નેતાઓને બિજિંગમાં મળવા જતાં પહેલાં જ તેમણે એક ટીવી ચેનલને કહ્યું હતું.