બેઈજિંગઃ પાકિસ્તાનમાં ચાલી રહેલી ચીનની મહત્ત્વાકાંક્ષી યોજના ચીન – પાકિસ્તાન આર્થિક કોરીડોરના મામલે પાકિસ્તાન અને બલૂચિસ્તાનમાં ભારે અસંતોષ જાગ્યો છે. આ યોજના પાકિસ્તાનનાં ભાગલવાદી તત્ત્વોની નજરે ચડી ગઈ છે. તાજેતરમાં આ યોજનાને નિશાન બનાવીને કેટલાક આત્મઘાતી હુમલા પછી ચીન ચિંતામાં છે. અલગ બલૂચિસ્તાનની ચળવળે ચીનની ઊંઘ હરામ કરી છે. આ યોજનામાં ચીને કરેલા અબજોનાં મૂડીરોકાણ સામે ખતરો સર્જાયો છે. ગ્વાદર બંદર પરની એક હોટલમાં આત્મઘાતી હુમલો થયો હતો. સીપીઈસી ચીનનાં બેલ્ટ એન્ડ રોડનો મહત્ત્વનો હિસ્સો છે. જે શિનજિયાંગ પ્રાંતને ગ્વાદરથી જોડે છે. તેથી ચીન ચિંતામાં છે. જોકે ચીન અરબી સમુદ્રનાં માર્ગે આયાત નિકાસ કરવા માગે છે.