નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં શીખ યુવતીના અપહરણ બાદ તેને બળજબરીપૂર્વક ઈસ્લામ ધર્મ અંગિકાર કરાવવા અને તેની શાદી મુસ્લિમ યુવાન સાથે કરાવવા મામલે આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં શીખ યુવતીના અપહરણ બાદ તેને બળજબરીપૂર્વક ઈસ્લામ ધર્મ અંગિકાર કરાવવામાં આવ્યો હતો અને તેની શાદી એક મુસ્લિમ યુવાન સાથે કરી દેવામાં આવી હતી. આ મામલે ભારતના વિરોધ બાદ પાકિસ્તાન સરકાર સફાળી જાગી છે અને નનકાના સાહિબ પોલીસે આઠ લોકોની ધરપકડ કરી છે.