કરાચીઃ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હોળીની ઉજવણી વખતે દારૂ પી રહેલા હિન્દુઓને ઝેરી અસર થતા ૨૪નાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં મહિલાઓ પણ હોવાનું બહાર આવ્યું છે.
પોલીસે જણાવ્યું હતું કે, ઝેરી દારૂ (લઠ્ઠો) પીવાથી ઝેરી અસરનો ભોગ બનેલા ૩૫ જણાને સોમવારે રાત્રે બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેમાંથી ૨૪નાં મોત નીપજ્યાં હતાં. જ્યારે બાકીના દર્દીઓની સ્થિતિ હજુ પણ ગંભીર છે.
પાકિસ્તાનમાં મુસ્લિમોને દારૂ પીવા પર પ્રતિબંધ છે, પરંતુ બિનમુસ્લિમો સરકાર દ્વારા નિર્ધારિત દુકાનોમાંથી દારૂ ખરીદીને પી શકે છે. પાકિસ્તાન સ્થિત હૈદરાબાદમાં વરિષ્ઠ પોલીસ અધિકારી હક નવાઝે જણાવ્યું હતું કે, ઘટના ટંડો મુહમ્મદ ખાન જિલ્લામાં બની હતી.