પાકિસ્તાનમાં હિન્દુ સ્કૂલના પ્રિન્સિપાલ પર ઇશનિંદાનો આરોપ

Thursday 19th September 2019 06:13 EDT
 

લાહોરઃ પાકિસ્તાનના સિંધમાં લાહોરની હિન્દુ સ્કૂલના પ્રિન્સિપલ પર ઇશનિંદાનો આરોપ લાગ્યા પછી તોફાનીઓએ સ્કૂલ અને મંદિરમાં ભારે તોડફોડ કરી હતી. આ ઉપરાંત આસપાના કસબા મીરપુર મથેલો અને આદિલપુરમાં પણ લોકોએ ચક્કાજામ કર્યો હતો. આ દરમિયાન હિન્દુઓ ભયના કારણે સ્કૂલમાં ભરાઈ રહ્યા હતા. આ કેસ સિંધ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીના પિતા અબ્દુલ અજીજ રાજપૂતની ફરિયાદના આધારે નોંધાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter