લાહોરઃ પાકિસ્તાનના હૈદરાબાદમાં ગોસ્વામી પરસુતમ ઘર તરીકે જાણીતા ૧૨૬ વર્ષ જૂના શિવ મંદિરનો જિર્ણોદ્ધાર કરાયો છે અને ૩૦મી જાન્યુઆરીએ તે ભક્તો માટે ખુલ્લું મુકાયું છે. પાકિસ્તાનમાં લઘુમતીઓના ધાર્મિક સ્થળોની સંભાળ લેતા ઇક્યુ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ઈટીપીબી)એ જણાવ્યું કે, હિંદુ ભાવિકો એમની ધાર્મિક પૂજાવિધિ યોગ્યપણે કરી શકે એ માટે મંદિર સંકુલમાં વધુ જગ્યાનો સમાવેશ કરાયો છે. મંદિરનો વહીવટ એક સ્થાનિક હિંદુ સંસ્થાને સુપરત કરાયો છે. તાજેતરમાં જેનો જિર્ણોદ્ધાર કરાયો છે એ મંદિરમાં સિઆલ કોટ ૧૦૦૦ વર્ષ જૂના શાવલા તેજા મંદિરનો સમાવેશ થાય છે જ્યારે પેશાવર સ્થિત મંદિરોનો જિર્ણોદ્ધાર ચાલી રહ્યો છે. પાકિસ્તાનમાં હિંદુઓ સૌથી મોટી લઘુમતી છે. દેશના મોટા ભાગના હિંદુઓ સિંધ પ્રાંતમાં રહે છે.