પાકિસ્તાની બહુચર્ચિત મોડેલ કંદીલની હત્યા

Wednesday 20th July 2016 08:30 EDT
 
 

ઈસ્લામાબાદઃ પાકિસ્તાની મોડેલ, અભિનેત્રી અને સોશિયલ મીડિયા સેલિબ્રિટી ૨૬ વર્ષીય કંદીલ બલોચની તેના ઘરમાં જ તેના ભાઈ વસીમે હત્યા કરી અને પછી ફરાર થઈ ગયો હતો. કંદીલનું સાચું નામ ફોઝિયા અઝીમ હતું. એ પોતાના બોલ્ડ સ્ટેટમેન્ટ અને બોલ્ડ ફોટોશૂટ માટે ચર્ચાસ્પદ બનતી રહેતી હતી. રૂઢિચુસ્ત વાતાવરણમાં ઉછરેલી કંદીલે બોલ્ડ મોડેલ તરીકે આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. આ પહેલાં કંદીલને તેના પરિવારે મોડેલિંગ અને સોશિયલ મીડિયાથી દૂર રહેવાની ધમકી આપી હોવાનું પણ બહાર આવ્યું હતું. જોકે કંદીલે કોઈની વાત માની ન હતી તેથી જ તેની ગળું દબાવીને હત્યા કરાઈ હોવાનો અંદાજ છે. થોડા સમય પહેલાં કંદીલે પાકિસ્તાની આંતરિક સુરક્ષા પ્રધાનને પોતાની સુરક્ષા માટે કાગળ પણ લખ્યો હતો.
મૌલવીએ વસીમને ઉશ્કેર્યો હતોઃ કંદીલની માતા
કંદીલની હત્યા અંગે ૧૯મીએ તેની માતાએ એવો ખુલાસો કર્યો છે કે, વસીમને કંદીલની હત્યા માટે મૌલવી અબ્દુલ કાવિએ ઉશ્કેર્યો હતો. આ એ જ મૌલવી છે, જેની સાથેની કંદીલની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી અને આ હોટ ફોટોગ્રાફ બાદ મૌલવી પર લોકોએ માછલાં ધોયાં હતાં. જ્યારે પોલીસે જણાવ્યું છે કે, વસીમના મુજબ કંદીલ પાકિસ્તાનમાં હોટ ફોટોશૂટ માટે જાણીતી હતી એ કારણે તેણે તેની હત્યા કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter