ઇસ્લામાબાદ: યુટ્યુબના સ્ટાર્સ પોતાને ચર્ચામાં રાખવા માટે જુદા-જુદા પેંતરાઓ અપનાવતા હોય છે. પાકિસ્તાનનો એક યુટ્યુબર આજકાલ આવા જ કારણસર ચર્ચામાં છે. અઝલાન શાહ નામના પાકિસ્તાનના યુટ્યુબરે તેની પત્ની વારિશાને ગધેડો ગિફ્ટમાં આપ્યો હતો. તેણે શેર કરેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અઝલાને પોતાની ગિફ્ટ વિશે જણાવ્યું કે તેની પત્ની વારિશાને ખોલકું ખૂબ પસંદ હોવાથી તેણે આ નિર્ણય લીધો હતો. તેણે પોતાની ગિફ્ટ વિશે જણાવતાં વધુ કહ્યું કે ગધેડો સૌથી મહેનતુ પ્રાણી હોવાથી તેણે આ ગિફ્ટ આપવાનો નિર્ણય લીધો હતો. યુટ્યુબરે આપેલી ગિફ્ટ જોઈને પત્ની વારિશા ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. આ સાથે જ પતિ-પત્ની ‘એક મૈં એક તું...’ અને ‘મેરે મહેબુબ મેરે સનમ...’ જેવા બોલિવૂડના ગીતો પર ઝૂમી ઉઠ્યા હતા.
યુટ્યુબર અઝલન શાહે પોતાની આ વિચિત્ર ગિફ્ટ વિશે વધુમાં જણાવ્યું કે તેમણે ગધેડાને તેની માતાથી અલગ નથી કર્યો, પરંતુ તેઓ તેને પણ પોતાની સાથે લઈને આવ્યા છે. આ બંને જાનવરોને તેઓ રૂ. 30,000ના ખર્ચે લઈને આવ્યા હોવાની જાણકારી આપી હતી. તેમણે વધુમાં કહ્યું કે ગધેડાઓને તેઓ પોતાના ફાર્મ હાઉસમાં રાખશે જેથી તેઓ આરામથી રહી શકે.