સંયુક્ત રાષ્ટ્રઃ યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બ્લીમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કાશ્મીર મુદ્દો ઉઠાવીને ભારત પર પ્રહાર કરતાં રાઇટ ટુ રિપ્લાયનો ઉપયોગ કરીને ભારતના સંયુક્ત રાષ્ટ્રના ફર્સ્ટ સેક્રેટરી મિજિતો વિનિતોએ જવાબ આપ્યો કે, દુનિયા પાસે રજૂ કરવા જેવા કોઈ સૂચનો નથી તેવા પાકિસ્તાન પાસે કાશ્મીર મુદ્દે હવે ફક્ત પીઓકેની ચર્ચા જ બાકી છે, પણ તેણે હવે વહેલામાં વહેલી તકે પીઓકે ખાલી કરવું પડશે. જમ્મુ અને કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે જ્યાં તેનાં કાયદા અને બંધારણ અમલમાં છે.