નવી દિલ્હીઃ પુલવામા હુમલા બાદ ભારતીય એરફોર્સે પાકિસ્તાનમાં ઘૂસીને એરસ્ટ્રાઇક કરી હતી. જોકે સામે પક્ષે પાકિસ્તાની એરફોર્સે પણ બીજા દિવસે ભારતીય સરહદમાં પ્રવેશીને હવાઇ હુમલાનો પ્રયાસ કર્યો હતો, પણ નિષ્ફળ રહ્યું હતું કેમ કે ભારતીય એરફોર્સે પાકિસ્તાનના પ્લેનને તોડી પાડયું હતું. તે સમયે ભારતીય એરફોર્સે પાકિસ્તાની વિમાનનો કાટમાળ દેખાડીને એ પુરવાર કર્યું હતું કે પાકિસ્તાને આ હુમલા માટે જે વિમાનનો ઉપયોગ કર્યો હતો તેને અમેરિકા પાસેથી લેવામાં આવ્યું હતું. જોકે પાકિસ્તાને આ દાવાને તે સમયે નકાર્યા હતા, પણ હવે આ વાતનો સ્વીકાર કર્યો છે.