ઇસ્લામાબાદઃ પાકિસ્તાની સેના ઉત્તર વઝીરિસ્તાન વિસ્તારમાં જૂન ૨૦૧૪થી ઓપરેશન જર્બ-એ-અજબ ચલાવી રહી છે. પાકિસ્તાનની સરકાર આતંકવાદ નાબૂદ કરવા માટે આ ૧૯ મહિનામાં ૧૯૦ બિલિયન રૂપિયાનો ખર્ચ કરી ચૂકી છે. આ ઓપરેશનને કારણે ૧૦ લાખ લોકો વિસ્થાપિત થયાં છે.
આતંકવાદવિરોધી આ ઓપરેશનથી તાલિબાનને મોટો ફટકો પડયો હોવાનું મનાય છે. તેના ૩,૪૦૦થી વધુ આતંકી માર્યા ગયા છે. સામા પક્ષે પાકિસ્તાની સેનાના ૫૦૦ અધિકારી અને જવાનો શહીદ થયા છે. લગભગ ૨૦૦ સેનાનીઓને ઈજા પહોંચી છે.