નવી દિલ્હીઃ પુલવામામાં આતંકી હુમલામાં ૪૦થી વધુ જવાનો શહીદ થયા બાદ ભારતે પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરી. આ એરસ્ટ્રાઇકને મહિનો થવા આવ્યો ત્યારે અહેવાલો છે કે પાકિસ્તાને સરહદે સુરક્ષા વધારી દીધી છે. પાકિસ્તાનને ભય છે કે ભારત બીજો હવાઇ હુમલો પણ કરી શકે છે. જેથી પાકિસ્તાને સરહદે એર મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ લગાવી છે. આ ડિફેન્સ સિસ્ટમ પાકિસ્તાને ચીન પાસેથી ખરીદી છે અને તેનો ઉપયોગ ભારત સામે કરી રહ્યું છે.
એલવાય-૮૦ નામની આ ડિફેન્સ સિસ્ટમની ક્ષમતા ૪૦ કિમી છે એટલે કે ૪૦ કિમીના અંતરમાં કોઇ પણ વિમાન કે ડ્રોનને આ ડિફેન્સ સિસ્ટમ તોડી શકે છે. તેથી જો કોઇ વિમાન કે ડ્રોન આવે તો તેને તાત્કાલિક ડિટેક્ટ કરી લે છે અને તુરંત તેને તોડી પાડે છે. પાકિસ્તાન પોતાની સુરક્ષા માટે સંપૂર્ણપણે ચીન પર નિર્ભર છે. આગામી દિવસોમાં તે ચીન પાસેથી માનવ રહિત એરિયલ વાહન પણ મંગાવે તેવા અહેવાલ છે.