નવીદિલ્હીઃ પાકિસ્તાને વધુ એક વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. જોકે ભારતીય સેના તેનો જડબાતોડ જવાબ આપી રહી છે. ૨૧મીએ સાંજે જમ્મુ-કાશ્મીરના કુપવાડા સેક્ટરમાં એલઓસી પર પાકિસ્તાની સેનાએ યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરતાં ભારતીય ચોકીઓ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. તેના જવાબમાં ભારતીય સેનાએ કરેલી કાર્યવાહીમાં પાકિસ્તાનનાં બે સૈનિક માર્યા ગયા હતાં. બીએસએફનાં આઇજી સોનાલી મિશ્રાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન નથી ઇચ્છતો કે એલઓસી અને ભારતીય વિસ્તારોમાં શાંતિ જળવાઈ રહે. તેના કારણે પાકિસ્તાનની સેના સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહી છે.