પાકિસ્તાને શાહિન ૨ મિસાઇલનું પરીક્ષણ કર્યું

Wednesday 20th November 2019 07:34 EST
 
 

ઇસ્લામાબાદઃ ભારતે થોડા દિવસ પહેલાં જ રાત્રે પણ બે હજાર કિમી સુધી હુમલો કરી શકે તેવી અગ્નિ-૨ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. હવે પાકિસ્તાને પણ ૬૫૦ કિમીની રેન્જમાં હુમલો કરી શકાય એવી શાહિન-૨ મિસાઈલનું પરીક્ષણ કર્યું છે.
આ મિસાઇલની ક્ષમતા એટલી છે કે તે ભારતના કોઇ પણ શહેર સુધી પહોંચી શકે છે. જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ નાબૂદ કરવામાં આવી તે બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ છે, આ પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાની સૈન્યએ આ મિસાઇલનું પરીક્ષણ કરીને ભારતને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter