પાકિસ્તાને સાઉદીને ડિસેમ્બર સુધીમાં લોન ચૂકવવી પડશે

Tuesday 10th November 2020 14:51 EST
 

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વિદેશ પ્રધાન મહમૂદ કુરેશી કાશ્મીરને મુદ્દે સાઉદીને ચેતવણી આપ્યા પછી નારાજ સાઉદીને મનાવવા પાકિસ્તાને સેનાના વડા કમર બાજવાને પણ સાઉદી મોકલ્યા હતા, પરંતુ સાઉદી માન્યું લાગતું નથી.  પાકિસ્તાની મીડિયા અહેવાલો મુજબ, પાકિસ્તાને આગામી મહિને સાઉદીને ૨ અબજ ડોલરના દેવાની પરત ચુકવણી કરી દેવાની રહેશે. બીજી તરફ વિદેશી હૂંડિયામણ ભંડાર ૧૨ અબજ ડોલરની સપાટીએ જળવાઈ રહે તે હેતુસર અન્ય રાહે ધિરાણ મેળવવા પણ પ્રયાસશીલ છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter