કાઠમંડુ: યુએસ-બાંગ્લા એરલાઈન્સનું વિમાન માર્ચ-૨૦૧૮માં નેપાળના એર પોર્ટ પર તૂટી પડ્યું હતું. આ અકસ્માતમાં પાયલટ સહિત કુલ ૫૧ લોકોનાં મોત થયા હતા એ અકસ્માતની તપાસના અહેવાલમાં એવો ધડાકો થયો કે પાયલટ સિગારેટ ફૂંકવામાં વ્યસ્ત હતો એટલે અકસ્માત થયો હતો. નેપાળ એરપોર્ટ ઓથોરિટી દ્વારા થયેલી તપાસનો ૪૩ પાનાનો રિપોર્ટ તાજેતરમાં રજૂ થયો હતો.
અહેવાલમાં તારણ અપાયું હતું કે જો પાયલટે સિગારેટ ફૂંકી ન હોત તો આ અકસ્માત ટાળી શક્યો હતો. ‘નો સ્મોકિંગ’ ફ્લાઈટના નિયમોને સાઈડમાં મૂકીને પાયલટે સિગારેટ ફૂંકી હતી. જેમાં ક્રૂ મેમ્બર્સે પણ આંખ આડા કાન કર્યાં હતાં એમ રિપોર્ટમાં કહેવાયું હતું.