પીઓકેમાં ચીન પાક. સૈન્યને તાલીમ આપી રહ્યું છે

Sunday 21st November 2021 05:20 EST
 

જમ્મુઃ ભારતને સતત દબાણ હેઠળ રાખવાની વ્યૂહરચનાના ભાગરૂપે ચીને હવે પીઓકેમાં સૈન્ય તૈનાત કર્યું છે. એટલું જ નહીં કાશ્મીરમાં ખતમ થઈ રહેલા આતંકવાદને ફરીથી બેઠો કરવા માટે તેણે પાકિસ્તાની સૈન્ય સાથે હાથ મિલાવ્યા છે. વધુમાં ચીને નજીકના સમયમાં ગલવાન ઘાટી જેવા 'નાના સંઘર્ષ'ની આશંકાએ શિયાળો શરૂ થવાની સાથે જ લદ્દાખથી અરૂણાચલ પ્રદેશ સુધીની એલએસી પર નિયુક્ત તેના સૈનિકો માટે ચીને સુવિધાઓ વધારવાનું શરૂ કરી દીધું છે તેમ ગ્લોબલ ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું હતું.
ભારતને સતત દબાણ હેઠળ રાખવાની વ્યૂહરચનાના ભાગરૂપે ચીને હવે પીઓકેમાં પાકિસ્તાની સૈન્યને તાલીમ આપવાનું શરૂ કર્યું છે. ચીની સૈન્યના વરિષ્ઠ અધિકારીઓની બે ટૂકડીએ છેલ્લા ત્રણ મહિના દરમિયાન પીઓકેમાં અંકુશ રેખા પર સ્થિત પાકિસ્તાની સૈન્યની ફ્રન્ટ પોસ્ટની મુલાકાત લીધી. આ સિવાય તેઓ અનેક આતંકી કમાન્ડરો - આતંકી ગાઈડોને પણ મળ્યા હતા. આ પ્રવાસ પછી પાકિસ્તાની સૈન્યે આતંકીઓના કેટલાક લોન્ચિંગ પેડ્સ અને આતંકી કેમ્પોની ફ્રન્ટ અને નાગરિક વસતીઓને નજીકની અન્ય કોઈ જગ્યાએ ખસેડી છે.
ચીનની આ ગતિવિધિના પગલે ગુપ્તચર એજન્સીઓને આ શિયાળામાં હિમપ્રપાત છતાં અંકુશ રેખા પર આતંકીઓની ઘૂસણખોરીના પ્રયાસો પહેલાં કરતાં વધવાની આશંકા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter