કાઠમંડુ: માઓવાદી નેતા પુષ્પ કમલ દહલ પ્રચંડને બીજી વાર નેપાળના વડા પ્રધાન તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. નવા બંધારણને કારણે ઊભા થયેલા વિવાદ અને વિભાજનની વચ્ચે લોકો તેમની પાસેથી શાંતિ અને રાજકીય સ્થિરતાની આશા રાખી રહ્યા છે. પુષ્પ કમલ દહલ જેઓ પ્રચંડા તરીકે વધુ સારી રીતે ઓળખાય છે તેઓ વડા પ્રધાન પદના એક માત્ર ઉમેદવાર હતા, પરંતુ બંધારણ પ્રમાણે મતદાન જરૂરી હોવાથી તેમને બહુમતી પુરવાર કરવાની હતી. ૬૨ વર્ષના માઓવાદી નેતા પ્રચંડને ૩૬૩ અને અન્યોને ૨૧૦ મત મળ્યા હતા.
ચૂંટણી પહેલાં પ્રચંડાએ ગૃહને સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે તેઓ દેશને આર્થિક પ્રગતિ તરફ લઈ જવા પ્રયાસ કરશે અને વડા પ્રધાનપદના કાર્યકાળ દરમિયાન તેઓ રાજકીય સ્થિરતા લાવવા પ્રયાસ કરશે. અગાઉ ૨૦૦૯માં પણ તેઓ વડા પ્રધાન તરીકે ચૂંટાયા હતા.