નવી દિલ્હીઃ એનડીએ સરકારે ભારતીય સૈન્યને પૂર્વોત્તરના ચીની મોરચે આધુનિક બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ રેજિમેન્ટ તૈનાત કરવા લીલી ઝંડી આપી દીધી છે. આ મિસાઇલ પહાડી વિસ્તારમાં લડવા માટેની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે.
સાધનોએ જણાવ્યા મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિએ રૂપિયા ૪,૩૦૦ કરોડને ખર્ચે તૈયાર થયેલી આ ચોથી બ્રહ્મોસ રેજિમેન્ટને લશ્કરમાં સામેલ કરવા મંજૂરી આપી હતી. આ રેજિમેન્ટ ૧૦૦ જેટલાં મિસાઇલ્સ, પાંચ મોબાઇલ ઓટોનોમસ લોન્ચર્સ, ૧૨ટ૧૨ના હેવી ટ્રક્સ, મોબાઇલ કમાન્ડ પોસ્ટ ઉપરાંત અનેક હાર્ડવેર અને સોફ્ટવેર ધરાવે છે.
૨૯૦ કિ.મી.ની રેન્જ ધરાવતા બ્રહ્મોસ વ્યૂહાત્મક બિનપરમાણુ મિસાઇલ્સ છે. તે સબસોનિક મિસાઇલ્સ છે અને કાઇનેટિક એનર્જી ધરાવે છે. રશિયા સાથે સંધિ કરીને સંયુક્તપણે આ મિસાઇલ વિકસાવવામાં આવી હતી.