સામાન્ય રીતે તો પેન્સિલ ચિત્રકામ અને અન્ય રીતે લખવાના ઉપયોગમાં લેવાય છે, પરંતુ શ્રીલંકાના આ પ્રતિભાશાળી કલાકારે પેન્સિલની અણી પર જ પોતાની કલાત્મકતાનું પ્રદર્શન કરીને કેટલાક માસ્ટરપીસ કંડાર્યા છે. કોલંબોના કલાકાર ડાયાએ ગ્રેફાઇટની અણી ૫૨ કેટલાંક અનોખાં સ્કલ્પચર તૈયાર કર્યાં છે. આ કલાકૃતિઓ આપણી ફિંગરટિપ્સ કરતાં પણ નાની છે. ડાયાએ પેન્સિલની અણી પર કેટલીક સ્ત્રીઓ અને પુરુષોનાં સ્કલ્પચર, એરોપ્લેન, બાઇક, હાથી વગેરે બનાવ્યાં છે. ડાયાએ આ કલાકૃતિ બનાવવા માટે માત્ર ક્રાફ્ટ નાઇફ, માઇક્રોસ્કોપ અને મેગ્નીફાઇંગ ગ્લાસનો ઉપયોગ કર્યો છે.