લંડનઃ પર્યટન નિષ્ણાતો અને ૨૦૦૦ લોકોના સર્વે અનુસાર વિશ્વના સૌથી રોમાન્ટિક ૨૦ સ્થળોમાં ફ્રેન્ચ રાજધાની પેરિસ પ્રથમ ક્રમે છે, જ્યારે દ્વિતીય અને તૃતીય ક્રમ સાન્તોરિની (ગ્રીસ) અને વેનિસ (ઈટાલી)ને ફાળે ગયો છે. આ યાદીમાં પ્રેમનું પ્રતીક આગ્રાનો તાજમહેલ ૧૨મા સ્થાને છે. વિશ્વના ટોપ-૨૦માં યુકેનું કોઈ સ્થળ નથી પરંતુ યુકેના ટોપ-૨૦ રોમાન્ટિક સ્થળોમાં આઈલ ઓફ સ્કાયેના ફેરી પૂલ્સ પ્રથમ છે. રોમાન્ટિક નોવેલ્સના પ્રકાશક મિલ્સ એન્ડ બૂન દ્વારા ટ્રાવેલ એક્સપર્ટ્સની પેનલને પ્રેમમાં પડવા માટેના શ્રેષ્ઠ સ્થળો અંગે પ્રશ્નો કરાયા હતા. જેના આધારે વિશ્વ અને યુકેના સૌથી રોમાન્ટિક ૨૦ સ્થળની આખરી યાદી તૈયાર થઈ હતી.
રોમાન્ટિક નોવેલ્સના પ્રકાશક મિલ્સ એન્ડ બૂન દ્વારા ટ્રાવેલ એક્સપર્ટ્સની અગ્ર પેનલને પ્રેમમાં પડવા માટેના શ્રેષ્ઠ સ્થળો અંગે પ્રશ્નો કરાયા હતા. તેમની ટુંકી યાદી પર ૨૦૦૦ લોકોએ મતદાન કર્યું હતું, જેના આધારે વિશ્વ અને યુકેના સૌથી રોમાન્ટિક ૨૦ સ્થળની આખરી યાદી તૈયાર થઈ હતી.
ફ્રાન્સ ફેશનનું જનક મનાય છે અને તેની રાજધાની પેરિસ ‘પ્રેમનગર’ તરીકે પ્રખ્યાત છે. લગ્નનો પ્રસ્તાવ મૂક્વા માટે પેરિસમાં એફિલ ટાવર સૌથી શ્રેષ્ઠ સ્થળોમાં એક ગણાય છે.
વિશ્વના સૌથી રોમાન્ટિક સ્થળો
(૧) પેરિસ, ફ્રાન્સ (૨) સાન્તોરિની, ગ્રીસ (૩) વેનિસ, ઈટાલી (૪) અમાલ્ફી કોસ્ટ, ઈટાલી (૫) માઉઈ, હવાઈ. USA (૬) બર્જેસ, બેલ્જિયમ (૭) બોરા બોરા, તાહિતી, ફ્રેન્ચ પોલિનેશિયા (૮) કર્કજૂફેલ, આઈસલેન્ડ (૯) સર્ફ આઈલેન્ડ, સેશેલ્સ (૧૦) ગિરિ આઈલેન્ડ, બાલી ઈન્ડોનેશિયા (૧૧) સેન્ટ પીટર્સબર્ગ, રશિયા (૧૨) તાજમહેલ, આગ્રા, ભારત (૧૩) ક્લીફ્સ ઓફ મોહર, કાઉન્ટી ક્લેર, આયર્લેન્ડ (૧૪) એમસ્ટર્ડેમ, નેધરલેન્ડ્સ (૧૫) ગાલાપગોસ આઈલેન્ડ્સ, ઈક્વેડોર (૧૬) વ્હીટસન્ડે આઈલેન્ડ્સ, ક્વીન્સલેન્ડ, ઓસ્ટ્રેલિયા (૧૭) બિગ સુર, કેલિફોર્નિયા, USA (૧૮) સાન ફ્રાન્સિસ્કો, USA (૧૯) ફૂજી ફાઈવ લેક્સ, જાપાન (૨૦) ઝાંઝીબાર, તાન્ઝાનિયા
યુકેના સૌથી રોમાન્ટિક સ્થળો
(૧) ફેરી પૂલ્સ, ગ્લેનબ્રિટલ, આઈલ ઓફ સ્કાયે (૨) ગ્રાસમીઅર, લેક ડિસ્ટ્રિક્ટ, ઈંગ્લેન્ડ (૩) સિટી ઓફ બાથ (૪) ડર્ડલ ડોર, ડોર્સેટ (૫) ટ્રેસ્કો, આઈલ ઓફ સ્કિલી (૬) પોર્ટ મેરીઓન, ગ્વીનીડ, વેલ્સ (૭) બોર્ટોન-ઓન-ધ વોટર, કોટ્સવોલ્ડ્સ (૮) પોર્થકુર્નો, ધ મિનાક થીએટર, કોર્નવોલ (૯) કેમ્બ્રીજ અને રિવર કેમ (૧૦) જાયન્ટ્સ કોઝવે, નોર્ધર્ન આયર્લેન્ડ (૧૧) વિન્ડસર કેસલ, વિન્ડસર (૧૨) એબેર્ડીઝ બ્લૂ લગૂન, વેલ્સ (૧૩) ધ ડાર્ક હેજીસ, નોર્ધર્ન આયર્લેન્ડ (૧૪) લીડ્ઝ કેસલ, કેન્ટ (૧૫) લીન પેડર્ન (લાન્બેરીઝ), વેલ્સ (૧૬) સ્ટ્રેટફોર્ડ-અપોન-એવોન, વોર્વિકશાયર (૧૭) ધ ફોલ્સ ઓફ બ્રુઆર, પર્થ (૧૮) આર્થર્સ સીટ, એડિનબરા, સ્કોટલેન્ડ (૧૯) સેન્ટ નેક્ટન્સ ગ્લેન, કોર્નવોલ (૨૦) સિટી ઓફ ઓક્સફર્ડ