પેરિસઃ બે વર્ષ બાદ 2024માં ફ્રાન્સના પેરિસમાં યોજાનારા ઓલિમ્પિક રમતોત્સવ વેળા લોકો ઇલેક્ટ્રિક એર ટેક્સીનો મજા માણી શકે તે માટે પૂરી તૈયારી થઇ ચૂકી છે. વોલીકોપ્ટર કંપનીએ તેના વોલોસિટી ઇલેક્ટ્રિક એર ટેક્સી મોડેલને અંતિમ ઓપ આપી દીધો છે. ઓલિમ્પિક આયોજન વખતે પેસેન્જર સેવા આપવા કંપનીએ વોલોસિટી એર ટેક્સીનું મોડેલ તૈયાર કરી દીધું છે. વોલોસિટી એર ટેક્સી તે વિશાળ કદના ડ્રોન જેવી ડિઝાન ધરાવે છે અને તેના પર18 પંખા લાગેલા છે. વોલોસિટીની વિશેષતા એ છે કે તે ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ છે. ગ્રીનગેસનું ઉત્સર્ઝન કર્યા વિના જ ઉડાન ભરવાનો આંનદ આપે છે. કંપનીએ વર્ષ 2015થી જ આ કોન્સેપ્ટ વિકસાવવનું શરૂ કરી દીધી હતી. કંપનીએ તૈયાર કરેલી એર ટેક્સી 1500 જેટલી ટેસ્ટ ફ્લાઇટ કરી ચૂક્યું છે. એરક્રાફ્ટ બે પ્રવાસીને લઈને ઉડાન ભરી શકે છે. કોકપીટમાં બેઠેલા પાઇલટ દ્વારા કે પછી દૂરના અંતરેથી રિમોટ વડે પણ તેનું સંચાલન થઈ શકે છે. પ્રતિ કલાક 68 કિમીની ઝડપે ઉડાન ભરવાની ક્ષમતા ધરાવતું આ એરક્રાફ્ટ મહત્તમ 22 માઈલ સુધીની રેન્જમાં ઉડાન ભરી શકે છે. અર્થાત્ આગળ જતાં શહેરી વિસ્તારોમાં પેસેન્જર સેવા માટે તેનો સરળાથી ઉપયોગ થઈ શકે તેમ છે. 18 પંખા ભલે લાગેલા હોય પરંતુ આ પંખા સામાન્ય હેલિકોપ્ટર કરતા આ પંખા ઓછો અવાજ પણ કરે છે. કંપની હાલમાં હેમબર્ગ, દુબઈ, હેલસિન્કી અને સિંગાપોરમાં ઉડાન ભરવાની મંજૂરી પણ ધરાવે છે.