પેરિસઃ કટાક્ષ માટે જાણીતા મેગેઝિન ચાર્લી હેબ્દોના પૂર્વ કાર્યાલય નજીક ૨૫મી સપ્ટેમ્બરે હુમલાખોરે ખંજરથી હુમલો કરતાં બે વ્યક્તિને ઈજા પહોંચી હતી. પોલીસે જણાવ્યું કે હુમલાખોર શંકમંદની ધરપકડ થઈ ચૂકી છે. પહેલાં માહિતી હતી કે બે હુમલાખોર હતા, પરંતુ એક હુમલાખોરે જ ખંજરથી હુમલો કર્યો હતો.