પેરિસઃ પેરિસમાં એક સેક્સ ડોલ ‘કૂટણખાનું’ ચાલુ થતાં લોકો તેનાથી નારાજ છે અને વિરોધ નોંધાવી રહ્યા છે. અહીં કુટણખાના જેવા એક રૂમમાં સિલિકોન સેક્સ ડોલને મૂકવામાં આવી છે. પુરુષ ગ્રાહક પૈસા આપીને આ ડોલનો ઉપયોગ કરી શકે છે.
હવે કેટલાક સંગઠનોએ આ વ્યવસ્થાને બંધ કરી દેવાની માગણી કરી છે. એક અખબાર મુજબ અહીં દરેક ગ્રાહકને એક કલાક માટે આશરે ૬૮૦ પાઉન્ડ મતલબ કે રૂ. સાડા સાત હજાર જેવી રકમ ચુકવવી પડે છે. ફ્રાન્સમાં આ પોતાની રીતની પહેલી વ્યવસ્થા છે. હાલમાં આ સ્થળને ‘ગેમ્સ સેન્ટર’નું નામ અપાયું છે, પરંતુ વિરોધીઓનું કહેવું છે કે આ કૂટણખાનું છે. ફ્રાન્સમાં કૂટણખાનું ખોલવું, તેનું સંચાલન કરવું ગેરકાયદે છે.