પેશાવરની સુનેહરી મસ્જિદમાં ૨૫ વર્ષ બાદ મહિલાઓને નમાઝની મંજૂરી

Monday 02nd March 2020 07:35 EST
 

પેશાવરઃ સુનેહરી મસ્જિદમાં ૨૫ વર્ષના લાંબા અંતરાય બાદ મહિલાઓને નમાઝ પઢવા માટેની મંજૂરી અપાઈ છે. મસ્જિદ બહાર એક બેનર લગાવીને શુક્રવારની નમાઝ માટે મહિલાઓનું સ્વાગત છે તેવી સૂચના મુકાઈ છે. એક અહેવાલ પ્રમાણે ૧૯૯૦ના દશકાની મધ્ય ગાલા સુધી પેશાવર છાવણી ખાતે આવેલી સુનેહરી (ગોલ્ડન) મસ્જિદમાં મહિલાઓ શુક્રવાની નમાઝ અદા કરતી હતી. બાદમાં તે વિસ્તાર આતંકવાદથી પ્રભાવિત થવાના કારણે મહિલાઓએ ત્યાં નમાઝ અદા કરવાનું છોડી દીધું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter