પ્રવીણનું પ્રાવીણ્યઃ અમેરિકામાં છવાયો રાજસ્થાની છોરો

Tuesday 16th July 2024 10:36 EDT
 
 

સેક્રેમેન્ટો (કેલિફોર્નિયા)ઃ રાજસ્થાનના અલવરમાં રહેતો 19 વર્ષનો પ્રવીણ પ્રજાપત તેની નૃત્યકળાથી રાતોરાત અમેરિકામાં છવાઇ ગયો છે. આ તરવરિયા યુવાને અમેરિકા’સ ગોટ ટેલેન્ટ નામના બહુપ્રસિદ્ધ શોમાં ભાગ લઇને માથા પર એકની ઉપર બીજો એમ હારબંધ 18 ગ્લાસ અને તેના પર માટલું મૂકીને તાલબદ્ધ નૃત્યુ રજૂ કર્યું ત્યારે જજ સહિતના દર્શકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. જોકે વાત અહીં પૂરી નહોતી થતી. આ પર્ફોર્મન્સનો ક્લાઇમેક્સ તો આથી પણ વધુ અચંબિત કરી દે તેવો હતો. માથે ગ્લાસની હારમાળા અને મટકા સાથે નૃત્ય દરમિયાન સ્ટેજ પર બે ગ્લાસ મૂકવામાં આવ્યા હતા અને પછી પ્રવીણે તેના પર ઉભા રહીને નૃત્ય કર્યું ત્યારે તો ઓડિયન્સે તેને તાળીઓના પ્રચંડ ગડગડાટથી વધાવી લીધો હતો. પ્રવીણના આ પ્રાવીણ્યે સહુ કોઇની ભરપૂર પ્રશંસા મેળવી હતી. ઉલ્લેખનીય છે કે સ્પર્ધાના અનેક રાઉન્ડ બાદ ટેલેન્ટ શોનો વિજેતા નક્કી થાય છે અને તે ચમકદાર ટ્રોફી ઉપરાંત 10 કરોડ રૂપિયાની જંગી પ્રાઇસમની મેળવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter