કાર્મોના (સ્પેન)ઃ પ્રાચીન રોમન નેક્રોપોલિસમાં કાર્મોના નામનું એક સ્થળ હતું, જે સ્પેનમાં છે. અહીં પુરાતત્વવિદોને કબરમાંથી એક બરણીમાં ભરેલો વાઈન મળી આવ્યો છે. આ વાઈન આશરે 2000 વર્ષ જૂનો છે. જ્યારે કબરમાં વધુ સંશોધન કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે આ વાઈનને ત્યાં દફનાવવામાં આવેલા મૃતક રોમન વ્યક્તિ માટે છેલ્લા પીણાં તરીકે રાખવામાં આવ્યો હતો.
આ વાઈન કાચની બરણીમાં રાખવામાં આવ્યો હતો, અને તેને ભરવા માટે ઉપયોગમાં લેવાયેલી બરણી બે હજાર વર્ષ પછી પણ હજુ પણ જેમની તેમ છે. જોકે આ બરણી માટીના આવરણથી ઢંકાયેલી હતી. પુરાતત્વવિદોને રાસાયણિક પરીક્ષણમાં જાણવા મળ્યું કે આ વાઇન શરૂઆતમાં સફેદ રંગનું સ્વીટ પીણું હતું, પરંતુ સદીઓના વહેવા સાથે વર્ષોથી તે લાલ થઈ ગયું છે. જોકે તેની પ્રવાહિતા જળવાઇ રહી છે.