નવી દિલ્હીઃ સુમીમાં ફસાયેલા તમામ 694 ભારતીય વિદ્યાર્થીઓ 175 કિલોમીટર દૂર આવેલા પોલ્તાવા જવા માટે રવાના થઇ ગયા છે. ભારત સરકારના વરિષ્ઠ પ્રધાન હરદીપસિંહ પુરીને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું હતું કે આ લોકો બસોમાં બેસીને સુમીથી રવાના થઈ ગયા છે. તેમણે કહ્યું હતું કે, ‘સુમીમાં ગઈકાલે - સોમવારે રાતે 694 ભારતીય વિદ્યાર્થી ફસાયેલા હતા. તેઓ આ સમયે બસમાં પોલ્તોવા જઈ રહ્યા છે અને પોલ્તોવા સુરક્ષિત છે. ત્યાંથી તેમને આગળ લઈ જવામાં આવશે.’