નવી દિલ્હીઃ ફિનલેન્ડ ડિજિટલ પાર્સપોર્ટ લોન્ચ કરનારો વિશ્વનો સૌપ્રથમ દેશ બની ગયો છે. ડિજિટલ પાર્સપોર્ટ વાસ્તવમાં મોબાઈલ એપ્લિકેશન છે, જે પ્રવાસીને તેના સ્માર્ટફોન પર તેના પાસપોર્ટની માહિતી સ્ટોર કરવાની અને રજૂ કરવાની તક પૂરી પાડે છે. આમ પ્રવાસીએ પાસપોર્ટની ફિઝિકલ કોપી રાખવાની જરૂર પડતી નથી. પ્રવાસનને સરળ બનાવવાની દિશામાં ફિનલેન્ડે મહત્ત્વનું પગલું લીધું છે.
ફિનલેન્ડે ડિજિટલ પાસપોર્ટનો 28 ઓગસ્ટ 2023ના રોજ ફિનએર, ફિનપોલીસ, ફિનેવિયા અને એરપોર્ટ ઓપરેટરના સહયોગમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આ પ્રોજેક્ટ ઇયુની ટ્રાવેલ ટેકનોલોજી અને સુરક્ષાના મોરચે સ્થિતિ વધુ સારી બનાવવાનો ડિજિટલ પાસપોર્ટનું પરીક્ષણ કરવાની વ્યાપક પહેલનો હિસ્સો છે.
આ પ્રોજેક્ટમા હેલસિન્કીથી યુકેની મુસાફરી કરી પરત કરનારા ફિનએરના કેટલાક પ્રવાસીઓના ડિજિટલ પાસપોર્ટ વેન્ટા મેઇન પોલીસ સ્ટેશન લાઇસન્સ સર્વિસ ખાતે નોંધવામાં આવ્યા હતા. પ્રવાસીઓએ પ્લેનના ડિપાર્ચરના 36થી ચાર કલાક પહેલા એપ દ્વારા તેમનો ડેટા ફિનિશ બોર્ડર ગાર્ડને સુપરત કરવાનો હોય છે. તેના પછી તેઓ ડિપાર્ચર માટે બોર્ડર કંટ્રોલ ખાતે તેમના ક્યુઆર કોડનો ઉપયોગ કરી શકે છે. આ પ્રોજેક્ટનું ધ્યેય પ્રવાસને વધારે ઝડપી અને સુગમ બનાવવાનું તથા દસ્તાવેજોની સંખ્યા ઘટાડવાનું અને માનવીય દરમિયાનગીરી ટાળવાનું છે.
આ પ્રોજેક્ટ ફેબ્રુઆરી 2024 સુધી ચાલશે અને તેની સંભાવનાની તથા ઉપયોગકર્તાઓને મળેલા સંતોષની સમીક્ષા કરવામાં આવશે. જોકે, ડિજિટલ પાર્સપોર્ટ વિક્સાવી રહ્યો હોય તેવો ફિનલેન્ડ કંઈ એકમાત્ર દેશ નથી. પોલેન્ડ, સાઉથ કોરિયા, અમેરિકા, યુકે પણ આજ પહેલની દિશામાં કામ કરી રહ્યા છે.