ફિલિપાઇન્સની વિનિસના નામે નોંધાયું સિમાચિહ્ન

Tuesday 22nd November 2022 10:22 EST
 
 

મનિલાઃ વિશ્વની વસતી આઠ બિલિયનનો આંક વટાવી ગઈ છે. પણ દુનિયાનું આઠ અબજમું બાળક બનવાનું સિમાચિહ્ન કોના નામે નોંધાઇ છે? તે એક બાળકી છે, જે 15 નવેમ્બરે મનિલાસ્થિત ટોન્ડોમાં જન્મી છે. ડોક્ટર જોસ ફેબેલા મેમોરિયલ હોસ્પિટલમાં તેનો જન્મ થયો છે, અને તેને વિનિસ માબનસેગ નામ અપાયું છે. વિનિસના જન્મની ફિલિપાઇન્સના જનસંખ્યા વિકાસ પંચ દ્વારા જોરદાર ઉજવણી કરાઈ હતી. પંચે બાળકી અને તેની માતાની તસવીર પણ ફેસબુક પર શેર કરી હતી.

સોશિયલ મીડિયા પર પોસ્ટ
વિભાગે આ અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ કરી હતી. તેમાં લખ્યું હતું કે દુનિયાની વસ્તીએ એક માઇલસ્ટોન પ્રાપ્ત કર્યું છે. મનિલાના ટોન્ડોમાં પેદા થયેલી બાળકીને પ્રતીકાત્મક રીતે વિશ્વની આઠ અબજમી નાગરિક મનાઈ છે. વિનિસનો જન્મ 15 નવેમ્બરે થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter