ટોક્યોઃ જાપાનમાં સોમવારે ૨૦૦ કિમીના ઝડપે આવેલા ફેથાઈ તોફાને રાજધાની ટોક્યો અને નજીકના વિસ્તારોમાં વિનાશ વેર્યો હતો. આ દરમિયાન ૨૧૬ની ઝડપે પવન ફૂંકાયો હતો. ટોક્યો ઇલેક્ટિરક પાવર અનુસાર વાવાઝોડાને લીધે લગભગ ૯ લાખ ઘરમાં ઈલેક્ટ્રીક સિટી ખોરવાઈ ગઈ હતી. શિજુઓકામાં ૧૦ ઘરને નુકસાન થયું હતું. વાવાઝોડાએ ટોક્યોના અખાતમાંથી પસાર થયા બાદ ચિબાને લપેટમાં લીધું હતું. જાપાનના હવામાન વિભાગે જણાવ્યું કે ચિબા અને કનગાવા વિસ્તારોમાં ૨૫ હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા.