ફોર્બ્સની આપબળે ધનવાન બનેલી મહિલાના લિસ્ટમાં બે ભારતીયનો સમાવેશ

Saturday 21st July 2018 09:20 EDT
 
 

ન્યુ યોર્કઃ પ્રતિષ્ઠિત બિઝનેસ સામયિક ફોર્બ્સે તાજેતરમાં અમેરિકાની ૬૦ ધનવાન મહિલાઓની યાદી જાહેર કરી હતી, જેમાં બે ભારતીય વિદેશી મહિલા બિઝનેસ પર્સનનો પણ સમાવેશ થયો છે. ફોર્બ્સે આપબળે ધનવાન બનેલી અમેરિકન બિઝનેસ વુમનની યાદી જાહેર કરી હતી. જેમાં ૧.૩ અબજ ડોલરની સંપત્તિ સાથે ભારતીય બિઝનેસ સાહસિક મહિલા જયશ્રી ઉલાલ ૧૮મા ક્રમે હતાં અને અન્ય ભારતીય બિઝનેસવુમન નીરજા શેટ્ટી એક અબજ ડોલરની સંપત્તિ સાથે ૨૧મા ક્રમે હતાં. ૧૯૬૧માં લંડનમાં જન્મેલાં જયશ્રી ઉલાલનું પ્રારંભિક શિક્ષણ દિલ્હીમાં થયું હતું. જયશ્રી અમેરિકામાં અરિષ્ઠા નેટવર્ક નામની કંપનીના સીઈઓ છે. નીરજા શેટ્ટી ૬૩ વર્ષના છે અને આઈટી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. આઉટ સોર્સિંગ કંપની સિંટેલના વાઈસ પ્રેસિડેન્ટ નીરજા શેટ્ટીએ આ કંપની ૧૯૮૦માં તેમના પતિ સાથે મળીને સ્થાપી હતી. આપબળે ધનવાન બનેલી ૬૦ અમેરિકન મહિલાઓની કુલ સંપત્તિ ૭૧ અબજ ડોલર છે. ૨૦૧૭ની તુલનાએ આ રકમ ૧૫ ટકા વધુ છે.
બીજા અર્થમાં કહીએ તો ગત વર્ષ કરતા ૬૦ ધનવાન મહિલાની સંપત્તિમાં એક જ વર્ષમાં ૧૫ ટકાનો વધારો થયો છે. આ લિસ્ટમાં સામેલ ૨૩ મહિલાઓ અબજોપતિ છે. લિસ્ટમા સૌથી યુવા ધનવાન કાયલી જેન્નરની વય ૨૧ વર્ષ છે. અભિનેત્રી અને મોડેલ કાયલીને લિસ્ટમાં ૨૭મો ક્રમ અપાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter