ફ્રાન્સના પાયસ ડે લા લોઈરના નાન્ટેસમાં આવેલા ૧૫મી સદીના ઐતિહાસિક કાથેડ્રલ (ચર્ચ)માં તાજેતરમાં અચાનક આગ લાગતાં ભારે નુકસાન થયું હતું. ઈ.સ. ૧૪૩૪ના ગોથિક ચર્ચમાં ૧૮મી જુલાઈએ સવારે જ આગ ફાટી નીકળી હતી. આગને બુઝાવા માટે ૧૦૦થી વધુ ફાયર ફાઈટર્સ કામે લગાડવામાં આવ્યા હતા. આગના કારણે છતના ભાગને વિશેષ નુકસાન પહોંચ્યું હતું અને અંદરના ભાગમાં આવેલી દુર્લભ કારીગરી પણ નષ્ટ થઈ હતી. ચર્ચના ગ્રાન્ડ ઓર્ગન એરિયામાં આગ લાગી હતી અને ત્યારબાદ તે પ્રસરી હતી. કાથેડ્રલની કાચની બારીઓ તૂટી ગઈ હતી. સ્થાનિક પોલીસે આ ઘટનાની પાછળ કોઈ ષડયંત્ર તો નથી ને? તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.