પેરિસઃ ફ્રાન્સ સરકારે ડિસેમ્બથી હાલ સુધીમાં ૨૦ મસ્જિદ અને પ્રાર્થનાગૃહોને તાળાં માર્યાં છે. અધિકારીઓએ આક્ષેપ મૂક્યો હતો કે, તે મસ્જિદ અને પ્રાર્થનાગૃહમાં કટ્ટરપંથી વિચારધારા શીખવવામાં આવતી હતી. ફ્રાન્સના ગૃહ પ્રધાન બર્નાર્ડ કેજેઉન્વેએ મસ્જિદો બંધ થઈ હોવાની માહિતી આપી હતી. ગૃહ પ્રધાને ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે, કટ્ટરવાદ સામે ચાલી રહેલાં અભિયાનના ભાગરૂપે ૨૦ મસ્જિદોને તાળાં મારવામાં આવ્યાં છે.