ફ્રાન્સમાં પિતા-પુત્રી વચ્ચે સત્તા માટે લડાઈ

Thursday 07th May 2015 06:46 EDT
 

પેરિસઃ મોટાભાગના દેશોમાં રાજકીય વારસો સંતાનોને મળતો હોય છે. પરંતુ ફ્રાન્સમાં કંઇક ઊંધું જ થયું છે. પિતાએ બનાવેલી પાર્ટી પર નિયંત્રણ મેળવવા પુત્રીના નેતૃત્વમાં અન્ય સભ્યોએ પાર્ટીમાંથી પિતાની જ હકાલપટ્ટી કરી છે. તો બીજી તરફ પિતાએ પણ ટિપ્પણી કરી હતી કે દીકરી ૨૦૧૭ની રાષ્ટ્રપતિ ચૂંટણી હારી જાય તો સારું. ફ્રાન્સનો આ પરિવાર મેરી લે પેં (૮૬)એ ૧૯૭૨માં નેશનલ ફ્રન્ટની સ્થાપના કરી હતી અને મેરી લે તેના ૨૦૧૧ સુધી પ્રમુખ રહ્યા હતા. હવે તેની દીકરી જ્યાં-મેરિ લે પેં તેમને રાજકારણમાંથી બહાર કરવા ઇચ્છે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter