એન ઓફ બ્રિટની તરીકે જાણીતાં ફ્રાન્સના રાણી એકમાત્ર મહિલા હતાં જે બે વખત ફ્રાન્સના રાજાના જીવનસાથી બન્યાં હતાં. અનેક રાજકીય ષડયંત્રો અને વ્યકિતગત દુર્ઘટનાઓથી ભરેલું જીવન વીતાવનાર ક્વીન એને પોતાના વીલમાં એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેના મૃત્યુ બાદ હૃદયને શરીરમાંથી બહાર કાઢીને સોનામાં મઢવામાં આવે. ઇસવી સન 1514માં તેમના મૃત્યુ બાદ તેની સૂચનાનું અક્ષરશઃ પાલન કરવામાં આવ્યું હતું. આ સાથે તેના ‘ગોલ્ડન હાર્ટ’ને તેમના માતા-પિતાની કબર નેન્ટેસ ખાતે લઈ જવામાં આવ્યું હતું. ત્યારબાદ, આ સ્થળેથી તેમના સોને મઢેલા હૃદયને પેરિસની નેશનલ લાઈબ્રેરી ખાતે લઈ જવામાં આવ્યું હતું. જોકે સમગ્ર ઘટનામાં નાટકીય વળાંક ત્યારે આવ્યો જ્યારે વર્ષ 2018માં આ લાઈબ્રેરીમાંથી તેનું હૃદય ચોરી થઈ ગયું હતું. પોલીસને અઠવાડિયા બાદ તે એક કબર પાસેથી લાવારિસ મળી આવતાં તેનો કબજો મેળવીને સંભાળપૂર્વક આવ્યું હતું. તાજેતરમાં આ ‘ગોલ્ડન હાર્ટ’ને ફ્રાન્સના ‘ધ ડોબરી મ્યુઝિયમ નેન્ટેસ’ ખાતે પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.