બ્રસેલ્સઃ યુરોપમાં છેલ્લા 50 વર્ષનો સૌથી આકરો ઉનાળો પણ બેલ્જિયમના બ્રસેલ્સના ફ્લાવર કાર્પેટ ક્રિએટર્સને ફૂલોની રંગબેરંગી ચાદર તૈયાર કરતા રોકી શક્યો નથી. બે વર્ષ પછી શહેરના આંગણે યોજાયેલા આ ઉત્સવમાં ફ્લાવર કાર્પેટ ક્રિએટર્સની કળા ખીલી ઉઠી છે. બેલ્જિયમની રાજધાની ગ્રાન્ડ પેલેસના આંગણે આ ફ્લાવર કાર્પેટ શો યોજાયો છે. 1971માં આ પ્રકારે ફ્લાવર કાર્પેટ બનાવવાનો શરૂ થયેલો ઉત્સવ 50 વર્ષ પછી પણ ચાલુ છે. 1971માં આર્બેસ્ક શેપમાં ફ્લાવર કાર્પેટ ગોઠવવાનો પ્રારંભ થયો હતો. તેના પછી દર વર્ષે નિયમિત રીતે આ ઉત્સવ યોજાતો રહે છે. તેને જોવા માટે હજારો લોકો દેશવિદેશથી આવે છે. આશ્ચર્યની વાત તો એ હતી કે આ વખતે તો કલાકારોએ 30 ડિગ્રી સેલ્સિયસના તાપમાન વચ્ચે તેને અંતિમ ઓપ આપ્યો હતો. ભૂતકાળમાં ડિઝાઈન માટે ફ્લાવર કટ કરવામાં આવતા હતા, પરંતુ આ વર્ષે કુંડાવાળા છોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી તે ગરમીનો સારી રીતે સામનો કરી શકે. પ્રોજેક્ટના એમડી એનેટે કેટ્ઝે જણાવ્યું હતું કે આપણે સ્વીકારવું રહ્યું કે કામગીરીની લાક્ષણિકતા પણ મહત્વની છે.