કેલિફોર્નિયાઃ ફ્લોરિડાની રાજધાની કેલિફોર્નિયામાં ફૂંકાયેલા બરફના વાવાઝોડાએ સ્થાનિક લોકોની ઉંઘ હરામ કરી નાંખી છે. સૂસવાટા મારતા પવન સાથે આકાશમાંથી પડી રહેલા બરફના મોટાંમોટાં ચોસલાંએ અમેરિકન જનજીવન ઠપ્પ કરી નાંખ્યું છે. છેલ્લાં ૩૦ વર્ષમાં આ સૌથી ભયંકર વાવાઝોડું ગણાય છે. ફ્લોરિડામાં ત્રાટકેલું ‘બોમ્બોજેનેસીસ’ વાવાઝોડું ચોથીએ ન્યૂ ઈંગ્લેન્ડમાં ત્રાટકવાના અહેવાલ હતા. ફ્લોરિડા, જ્યોર્જિયા, નોર્થ કેરોલિના અને વર્જિનિયાના ગવર્નરોએ ચેતવણી સ્વરૂપે ઈમરજન્સી પણ જાહેર કરી દીધી હતી. ઉત્તર-પૂર્વ અમેરિકામાં વહીવટીતંત્રએ મીઠું ભરેલી સંખ્યાબંધ ટ્રકો આગોતરી ગોઠવી દીધી હતી જેથી બરફના થર જામી જતાં રોકી શકાય.
ન્યૂ યોર્ક સિટી ડિપાર્ટમેન્ટ દ્વારા જણાવાયું હતું કે તમામ શિક્ષણ સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ જારી કરી દેવાયો છે. ન્યૂ યોર્કમાં સાતથી આઠ ઈંચ સ્નો થવાની શક્યતા નોંધાઈ હતી. અમેરિકામાં એટલી તીવ્ર ઠંડી પડી રહી છે કે નાયેગ્રા ધોધ પણ ઠરીને બરફ થઈ ગયો છે.