બર્લિન: ઇન્ડિયન એમ્બેસીમાં ૭૧મા ભારતીય પ્રજાસત્તાક દિનની ઉજવણી ૨૬મી જાન્યુઆરીએ કરાઈ હતી. જર્મનીમાં વસતા ભારતીયો સહિત આશરે ૫૦૦થી વધુ મહેમાનો કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. આ કાર્યક્રમમાં બર્લિંનમાં ઈન્ડિયન એમ્બેસેડર મુક્તા દત્તા તોમરે ભારતીય ત્રિરંગો લહેરાવ્યા પછી રાષ્ટ્રગીત ‘જન ગણ મન’નું ગાન કરાયું હતું. આ કાર્યક્રમમાં ભારતીય બંધારણ પરની ક્વિઝ પણ રખાઈ હતી અને ‘મેકિંગ ઓફ ધ ઈન્ડિયન કોન્સ્ટિટ્યુશન’ પ્રદર્શન પણ હતું.