ઢાકાઃ બાંગ્લાદેશી રાજધાની ઢાકામાં આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અચાનક આગ ફાટી નીકળવાના કારણે હજારો ઝૂંપડાઓ બળીને રાખ થઈ ગયા હતા અને આશરે ૫૦,૦૦૦ જેટલા લોકો બેઘર બન્યા હતા.
મીરાપુરની પાસે આવેલી ચાલાનટિકા વસ્તીમાં ૧૮મી ઓગસ્ટે મોડી રાતે આગ લાગવાના કારણે આશરે ૨,૦૦૦ ઝૂંપડા નાશ પામ્યા હતા અને અફડા-તફડી મચી ગઈ હતી.
તે વિસ્તારમાં ચાની રેંકડી ધરાવતા ૫૮ વર્ષીય અબ્દુલ હમીદે પોતાનું સર્વસ્વ ગુમાવ્યાનો અફસોસ વ્યક્ત કર્યો હતો અને પોતાના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અગ્નિશામક દળના અધિકારીએ આગ પર કાબૂ મેળવી લેવાયાની અને કોઈ પણ જાનહાનિ ન નોંધાઈ હોવાની જાણ કરી હતી. જો કે, દુર્ઘટના વખતે થયેલી નાસભાગના કારણે અનેક લોકોને ઈજાઓ પહોંચી છે.