ઢાકાઃ બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી આશરે ૭૦ કિલોમીટર દૂર કિશોરગંજમાં સાતમી જુલાઈએ સવારે થયેલા બોમ્બબ્લાસ્ટમાં એક પોલીસ અધિકારી સહિત ચાર લોકોનાં મૃત્યુ થયાં છે. ઢાકામાં એક કેફે પર થયેલા આતંકવાદી હુમલાના ફક્ત સાત જ દિવસની અંદર બીજો આતંકવાદી હુમલો થતાં સમગ્ર બાંગ્લાદેશ હચમચી ગયો છે. આ હુમલામાં ૧૨ લોકો ઘાયલ થયા છે. હુમલામાં સામેલ એક આતંકવાદીની ધરપકડ કરાઈ છે. મહત્ત્વની વાત એ છે કે, આઇએસઆઇએસએ ઢાકામાં થયેલા હુમલા બાદ છઠ્ઠીએ ચેતવણી ઉચ્ચારી હતી કે, ઢાકામાં થયેલો હુમલો તો ફક્ત ટ્રેલર છે. તેઓ આવા બીજા હુમલા કરતા રહેશે. તેમની આ ધમકીના બીજા જ દિવસે વધુ એક હુમલો થતાં શંકાની સોય ISISતરફ મંડાયેલી છે.