બાંગ્લાદેશમાં પ્લેન હાઈજેક કારસાનો ગનમેન ઠાર

Thursday 28th February 2019 05:57 EST
 

ઢાકાઃ બાંગ્લાદેશમાં રવિવારે ઢાકાથી દુબઇ જઇ રહેલા ‘બિમાન બાંગ્લાદેશ’ની એક ફ્લાઇટને હાઇજેક કરવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. બંદૂકધારી ઠાર કરાયો હતો અને તમામ ૧૪૨ મુસાફરોને સલામત ઉતારાયા હતા. ઢાકાથી વિમાને ઉડ્ડયન ભરતાની આશરે અડધા કલાકની અંદર એક બંદૂકધારી કોકપિટમાં ઘૂસી ગયો હતો. એ પછી ચિત્તગોંગના શાહ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter