ઢાકા, નવી દિલ્હીઃ અમેરિકા-બ્રિટન જેવા વગદાર દેશોના પ્રયાસો છતાં બાંગ્લાદેશમાં વસતાં હિન્દુઓની મુશ્કેલીઓનો અંત નથી. એક તરફ, કટ્ટરવાદીઓ તેમને નિશાન બનાવીને સતત હુમલા કરી રહ્યા છે તો બીજી તરફ, કાર્યવાહક સરકાર કટ્ટરવાદીઓના કરતૂતો સામે આંખ આડા કાન કરી રહી છે. શનિવારે તોફાની તત્વોએ પાટનગર ઢાકામાં ઇસ્કોન મંદિર પર હુમલો કરીને મૂર્તિઓ સળગાવી નાંખી હતી તો બીજા દિવસે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ પ્રચંડ રેલી યોજીને ભારતવિરોધી દેખાવ કર્યા હતા. (વિશેષ અહેવાલ - પાન 21)