ઇન્ડોનેશિયાની ઓળખ ભલે ઇસ્લામિક દેશ તરીકેની હોય, પરંતુ અહીંની વસ્તીમાં ૮૫ ટકા હિન્દુ પ્રજા છે. આ દેશના પાટનગર બાલીમાં નૂતન વર્ષના પ્રારંભ પૂર્વે કેનકાના પાર્કમાં ગરૂડ-વિષ્ણુ કેનકાનું કેચક નૃત્ય રજૂ કરાયું હતું. રામાયણ પર આધારિત આ નૃત્યના મંચનની શરૂઆત વાનરના અવાજ સાથે થઇ હતી. આ સાથે જ આશરે ૧૦૦ પુરુષ કલાકારો મંચ પર પ્રગટ થયા અને ત્યાં અડીંગો જમાવીને બેસી ગયા. તેની સાથે બાલી નૃત્યશૈલીમાં શરૂ થયું સીતાહરણના દૃશ્યોનું મંચન. આ પછી હનુમાનજીના નેતૃત્વમાં વાનરો ભગવાન શ્રીરામની વ્હારે પહોંચે છે અને રાવણને હરાવવા જંગ માંડે છે. આ નૃત્યને નિહાળવા માટે દેશમાંથી જ નહીં, વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્વાળુઓ અને સહેલાણીઓ ઉમટ્યા હતા. ઉલ્લેખનીય છે કે કેનેડાના પાર્કમાં ગરૂડ-વિષ્ણુની ૩૯૩ ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરાઇ છે, જેને બનાવવામાં ૨૫ વર્ષનો સમય લાગ્યો હતો. અમેરિકાની સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીની તુલનાએ આ મૂર્તિ વધારે પહોળી છે. ગરુડની પાંખ જ ૬૦ મીટરમાં ફેલાયેલી છે.